Posted by: malji | જાન્યુઆરી 11, 2009

કન્યા વિદાય

કન્યા વિદાય

સમીસાંજ નો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળા ની ભાત

ડુસકે ડુસકે હડસેલાતી
બાળપણા ની વાત

પૈડું સીંચતાં રસ્તો આખો
કોલાહલમાં ખુપે

શૈશવથી ચીતરેલી શેરી
સુનકાર માં ડુબે.

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે

ખડકી પાસે ઉભો રહી ને
અજવાળા ને ઝંખે

સમીસાંજ નો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે.

-અનીલ જોશી

Advertisements

Responses

  1. superb very very good

  2. Totally heart touchingggggggggg

  3. wah su kavya che.

  4. sunder rachna Malji..sher yaad aavi gayo
    dhol dhabukyo aanganiye ne gaajyu aakhu gaam
    pittaliya lota maanjine chalkyu aakhu gaam…
    dilip

  5. hu kyar no e,search karto hto ne mli gai..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: