Posted by: malji | ડિસેમ્બર 25, 2008

હિન્દુ ઓ ની ક્રિસમસ

હિન્દુ ઓ ની ક્રિસમસ


બધા ને ખબર છે કે ક્રિસમસ ખ્રિસ્તીઓ નો તહેવાર છે, અને તેઓ શા માટે ઉજવે છે.પણ મજા ની વાત તો એ છે કે હિન્દુ ઓ પણ ક્રિસમસ ઉજવતા હોય છે અને તે પણ તેમની સ્ટાઇલ માં.

આજે ૨૫ ડિસેમ્બર છે, અમારા વડોદરા, માં રાત્રી ના બાઇક પર ફરવા નીકળવા નું , ખુબ મજા આવે.પણ શેની ? અરે યાર માત્ર ફરવા ની જ. આમેય, જેમ ખ્રિસ્તી ઓ ક્રિસમસ ઉજવે છે તેમ તો આપણે ઉજવવા ના નથી. એટલે ફરી ને બાઇક નું પેટ્રોલ બાળવા નું, જે આમેય સસ્તુ છે હાલ માં.

ફતેગંજ પાસે, એક મેથોડીસ્ટ ચર્ચ છે, ત્યાં રાત્રી ના ઘણા લોકો ભેગા થાય છે.તેમાંય, ખ્રિસ્તી ભાઇ ઓ ઓછા હશે, અને બીજા વધારે. તેમને એક સવાલ પુછવા જેવો છે, કે રામ નવમી, કે, હનુમાન જ્યતી, વિશ્વકર્માજયંતી, પર દર્શન કરવા જાવ છો ખરા ? ઘણા જતા હશે, પણ એમાં જવાનીયા ઓ ઓછા હશે, કારણ કે, તેમને આવુ ફરવાનું , રોડ પર બેશી ને આંખોચાર કરવાની વધારે મજા આવતી હશે. ૨૫ ડિસેમ્બર અને ૩૧ ડિસેમ્બર સુધી માં આપણા ગુજરાત માં લોકો કેટલોય દારુ પીતા હશે. આ ટાઇમ માં તો જાણે લોકો ને લાઇસન્સ મળે છે.
 
રાત્રે સાન્તા  ને જોવા માટે, માં-બાપ પોતાના ટાબરીયા ઓ ને લઇ ને નીકળી પડે છે. અને સયાજીગંજ પાસે, ઘણા દુકાન વાળા ઓ તેમનું વેચાણ વધારવા એક, સાન્તા ને બહાર ઉભો રાખ્યો હોય ત્યાં ઉભા રહેશે, અને હાથ મીલાવી ને ચોકલેટે લેશે અને બાળકો ખુશ થશે. અરે, તમે ખુદ તમારા બાળક ને એક ચોકલેટ આપશો તો તે એટલો જ ખુશ થશે. મતલબ ચોકલેટ નો જ છે. વ્યર્થ ફરવાની શી જરુર.સ્કુલો માં પણ હવે સેલીબ્રેશન વધી ગયા છે. 

અમારો એક મિત્ર, પ્રેમ માં આંઘળો થઇ ગયો અને, એની પ્રેમીકા ખ્રિસ્તી છે, અને હવે તે ચર્ચ જાય છે. સારું કહેવાય, અમે એમ વિચારતા હતા પણ મને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે, અમે સાથે ઉભા હતા અને, ત્યારે, સત્યનારાયણ ની કથા નો પ્રસાદ લેવા ની તેને ઘરાર ના પાડી દિઘી કે, અમારા માં કોઇ પ્રસાદ ના ખવાય. સ્વાભાવિક રીતે અમે તેને બહુ ગાળો ભાંડી પણ ભાઇ ના સમજ્યા. અને હજુ પણ તે કોઇ પણ પ્રસાદ નથી લેતા. કારણ કે, તે હવે ખ્રિસ્તી બની ગયો છે.આવા કેટલાય નમુના હશે. 
મારું, તો કહેવુ છે. આવું કોઇ ની પણ જોડે બની શકે છે.આજ નો જમાનો બહુ ખરાબ છે, લોકો ના મગજ બહુ જલદી ધોવાઇ જાય છે, અને તે બધુ ભુલી જાય છે.

બધા તહેવારો ઉજવો પણ ધ્યાન પણ એટલું જ રાખો, કે કાંઈ બફાઇ તો નથી રહ્યુ ને.

અને દારુ ન પીશો. નુકશાન તમને જ છે.

 

-Malji

Advertisements

Responses

 1. દિવ્ય ભાસ્ક્રરની રવિવારની પૂર્તિમાં શ્રી ગુણવંત શાહનો લેખ “ઈસુના આકાશને ચર્ચ નાનું પડે” એ વાંચવા જેવો છે.

  http://epaper.divyabhaskar.co.in/transferpage.aspx?queryed=44&parentid=44

 2. i have read that, and i am not against any Religion its just my views

 3. Maljibhai….Tamari Post vaaNchi….& your comment above,…Then, pLEASE come & view the Post on Christmas on HOME of my Blog.
  http://www.chandrapukar.wordpress.com
  See you there !

 4. bhai tamara vichar ne vato saras ce ,
  pan mane aem lage ce : tame 1 kevat sambhadi hase- DIVA PACHAD AANDARU.
  aapnu itihas mahan ce pan aapne kai nati,
  chalse chalse kai vando nahi kainatay aem vichari vichari ne aapna cokrav ne chokari jaay ce,
  aej juwaniya aadna utasav ma nahi aave.
  aabhar………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: