Posted by: malji | ડિસેમ્બર 24, 2008

કેવી રીતે ?

કેવી રીતે ?

માત્ર ભીંતો, છત, ફરસ થી ઘર બને કેવી રીતે ?
પ્રેમ ના ચણતર વિના સધ્ધર બને કેવી રીતે ?

હું દિવાલો ને હંમેશાં આંગળાં થી ખોતરું
ને કાંકરા ઓ આંગળે જડતર બને કેવી રીતે ?

ચાતરેલા  એ જ ચીલા પર અગર ચાલ્યા કરું,
તો પછી રસ્તો કોઇ નવતર બને કેવી રીતે ?

ના, મને એ વાતની ચિંતા નથી, હું બુંદ છું,
પણ વિચારું બુંદ નો સાગર બને કેવી રીતે ?

હું સતત અવહેલના ના નાગ પંપાળ્યા કરું,
તો પછી “આનંદ” નો અવસર બને કેવી રીતે ?

-અશોક જાની

Advertisements

Responses

  1. સુંદર ગઝલ..
    મારી ગઝલનો શેર યાદ આવી ગયો..

    રેત ને સીમેંટ એકલ શું કરે?
    ઈંટ નીંભાડે બળે તો ઘર બને.

  2. ચાતરેલા એ જ ચીલા પર અગર ચાલ્યા કરું,
    તો પછી રસ્તો કોઇ નવતર બને કેવી રીતે ?

    —————
    ગમ્યું . નવી કેડી પર ચાલવા હીમ્મત જોઈએ.
    —————

    ખાલી ઘર વીષે એક અવલોકન –

    સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

    આખું અવલોકન …

    http://gadyasoor.wordpress.com/2007/10/29/vacant_house/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: