Posted by: malji | ડિસેમ્બર 5, 2008

દિલ મારું આજ રીસાયું

દિલ મારું આજ રીસાયું

એ હરપળ હસતું ખેલતું કુદતું મન મારું આજ રીસાયું
પ્રશ્ન કર્યો મેં એને કહે એ- આજે સત્ય સમજાયું
કારજ કીધા આજ લગી, માની અવર ને પોતા
ગરજ સરી કે બન્યા વેરી સૌ, સામુ નવ જોતા

મુરખા ! એમાં રીસાય શાને ? જગ સઘળું છે પરાયું
પ્રશ્ન કર્યો મેં એને કહે એ- આજે સત્ય સમજાયું
મીઠું-મીઠું બોલી મરાવે એ દુનીયા ની રીત છે
મારું મારું કહી તરછોડે એ દુનીયા ની પ્રીત છે

પ્રીત નો પ્યાર પામવા માટે, થવું પડશે તારે ડાહ્યું
પ્રશ્ન કર્યો મેં એને કહે એ- આજે સત્ય સમજાયું
મનાવ્યું મન ને જ્યારે એ, આંખો મારી સજળ બની
ખુણે બેસી રડવા લાગ્યો તો દુનીયા ને હસતી ભાળી

હું પણ ભેગો હસવા લાગ્યો, શાને નીર વહાવું –
અને- 
હરપળ હસતું ખેલતું કુદતું મન ફરી હસવા લાગ્યું
મન ફરી હસવા લાગ્યું ……..
મન ફરી હસવા લાગ્યું …….

-Unknown

Advertisements

Responses

  1. good one… reality of life…!

  2. wah dost wah………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: