Posted by: malji | નવેમ્બર 22, 2008

સળગે છે-રાહી

આંખો માં અશ્રુધારા છે છતાંયે અંતર સળગે છે –
ભરપુર ચોમાસુ છે તો યે કોઇ પ્રેમી નું ઘર સળગે છે,
ભડભડતી ચિતા કે દાવાનળ અંતે તો શાંત પડે છે પણ
ઇર્ષા ની અગની એવી છે કે જે જીવનભર સળગે છે.

જો પ્રિતિ હોય તો એવી હો દિપક ને પતંગા ના જેવી,
નહિ પ્રેમ નું રુણ ચુકવવા ને એ બન્ને બરાબર સળગે છે-
બસ એજ તફાવત છે, ફકત વહેમી ને પ્રેમી માનવ માં
એક બહાર થી કાયમ સળગે છે ને બીજો અંદર સળગે છે.

એક પ્રશ્ન પ્રણય ના પ્રકરણ નો ઓ સદા “રાહી” મુંઝવે છે મને
હું જેની ખાતર સળગું છું શું એ મારે ખાતર સળગે છે.
– “રાહી”

Advertisements

Responses

  1. wah re wah (hun jeni khatar sadgu chhu -shun
    a mare khatar sadge chhe ? kevu saras kavita nu unt . Tamari kalam ne namaskar.
    comment by
    Chandrakant.

  2. this is very heart touch message.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: