Posted by: malji | સપ્ટેમ્બર 10, 2014

Flood in Vadodara !!

Here are some images of floods in vadodara !!!

IMG_5555.JPG

IMG_5539.JPG

IMG_5540.JPG

IMG_5534.JPG

Posted by: malji | જુલાઇ 15, 2012

Beautiful sursagar

20120715-202432.jpg

Posted by: malji | ફેબ્રુવારી 15, 2011

રીક્ષાવાળાઓ ની હડતાલ

વડોદરા માં આજકાલ રીક્ષાઓ ની હડતાલ ચાલી રહી છે અને તેના લીધે હજારો લોકો ને ભારે હેરાનગતી નો સામનો કરવા નો વારો આવ્યો છે. રીક્ષાકાકા, એકદમ જ લોકો ની નજર માં વિલન બનવા લાગ્યા છે, અને તે પણ તેમના લીધે જ. આમ તો હડતાલ બે જ દિવસ ની હતી પણ તેમનું કોઇ એ સાંભળ્યું નહી માટે ત્રીજા દિવસે પણ હડતાલ ને લંબાવવામાં આવી છે. તેમની માંગણી છે, કે ટ્રાફિક પોલિસ , રેલ્વે સ્ટેશન પાસે થી રીક્ષા ને જપ્ત કરે છે તેની જગ્યા એ દંડ વસૂલી કરે અને જપ્ત ના કરે. નો પાર્કિગ માં રીક્ષા પાર્ક કરવાની અને તેમાં પણ તમારી શર્તો પર પોલિસ ને કામ કરવાનું. વાહ, આ વાત સારી કહેવાય. સ્ટેશન પાસે ટ્રાફિક નો પ્રોબ્લેમ તો રીક્ષા ઓ ના લીધે જ છે. શટલિયા ઓ નો ત્રાસ એટલો છે કે ગમે તેમ , ગમે ત્યારે, અને ગમે ત્યાં રીક્ષા ઉભી કરી દેવાય છે. પોતાની સુધરવું નથી અને બીજા ને સલાહ આપવી છે. રીક્ષા ચલાવશે તો જાણે, માઇકલ શૂમેકર જોડે ફોર્મ્યુલા વન ની રેસ માં ઉતર્યા હોય. બિચારા પેસેન્જર તો એવું જ વિચારે કે મરી ગયા આજે !. આપણે ઘરે હેમખેમ પહોંચી એ તો સારું. તમે કોઇ મોલમાં થી શોપિંગ કરી ને બહાર નિકળો અને જો રીક્ષા કરવાની હોય તો, રીક્ષાકાકા, ભાડું લેવામાં કોઇ કસર નહી છોડે. મીટર તો નામ નું જ છે, બધા ને, ઉચ્ચક ભાડું જ લેવું છે. આટલા થશે, આવું હોય તો આવો નહી તો ચાલવા માંડો.


રીક્ષાકાકા, આ કલયુગ માં લોકો ને લૂટવાની કોઇ પણ તક ના જવા દે. હાલ, હડતાલ ચાલે છે, તો લોકો ની મજબૂરી ભાળી ને, ભાડું પણ ૩-૪ ગણું વસુલ કરવાનું ના છોડે. આજે સવારે મારે ગોરવા જવું હતું તો, મીટર થી આમદિવસો માં ૫૦ રૂપિયા થાય તો આજે રીક્ષાકાકા, કહે ૨૦૦ રૂપિયા થશે. હડતાલ માં પણ રીક્ષા તો  ચલાવી જ છે, અને ભાડું ૪ ગણું લેવું છે. તો ભાઇ હડતાલ શેની ? ચોમાસા માં પણ આજ હાલ થાય છે, સહેજ વરસાદ વધારે પડે અને પાણી ભરાવા ના ચાલું થાય કે તરત તેમના રીક્ષા ભાડા વધવા માંડે છે. પોતે તો મદદ કરે નહીં અને બીજા જે કરતા હોય તેમાં પણ અવરોધ નાખ્યા વિના ન રહે. વિટકોસ બસો ને રોકવામાં આવી તેમજ ડ્રાઇવર ને પેસેન્જર જોડે મારા મારી પણ કરવા માં પાછા ના પડ્યા. બસો પર પથ્થર મારો પણ કરવા માં આવ્યો. રીક્ષાકાકા, ના આવા વર્તન ને કારણે જ તે લોકો માં અપ્રિય થવા માંડયા છે.


સ્કુલમાં હતા ત્યારે, રીક્ષાકાકા જોડે સ્કુલે જવાની ખૂબ જ મજા આવતી હતી. પણ તેમનું આ રૂપ જોઇ ને હવે ખૂબ જ નવાઇ લાગે છે. થોડી તો માણસાઇ રાખો. તમારે વિરોધ કરવો હોય તો તેના ઘણા રસ્તા છે, નહી કે લોકો ને હેરાન પરેશાન કરો.. તમે જો સુધરી ને ટ્રાફિકનિયમો નું પાલન કરશો તો કોઇ ને અગવડ પણ નહી થાય. આજ વાત ટ્રાફિક પોલીસ ને પણ લાગું પડે કે જો તે ખોટી રીતે, રીક્ષાવાળા ને હેરાન કરતા હોય તો બંધ કરી દેવું જોઇએઅને પ્રામાણિકપણે કામ કરવું જોઇએ.

-Malji

Posted by: malji | ફેબ્રુવારી 14, 2011

વેલેન્ટાઇન ડે

આપણા સંબંધ ના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણ નો આકાર છે.

-ચિનુ મોદી

તારી આંખોને ઇશારે મારી એકલતા ટળી,
ભરસભા માં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

-શૂન્ય પાલનપુરી

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખ માં કાંઇ અવતર્યું છે, એ જ લખવાનું તને.

-મેહુલ

ઊતરી ગયા છે ફૂલ ના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઇ હશે.

-આદિલ મનસુરી

 

તમે એ ડાળ છો જે ડાળ ઉપર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું મહેકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

-ગની દહીંવાલા

નથી જ્યાં છૂટવાની કોઇ બારી દેખાતી,
જનમ નો કેદી તમારો તે મનસૂબો શું કરે ?

-મકરન્દ દવે

 

પ્રીતનું બંધન છે, તોડી શું કરું ?
ગાંઠ છે અકબંધ, છોડી શું કરું ?

ડૂબનારું મન કિનારે રહી ગયું
છે વમળમાં આજ હોડી શું કરું ?

સૂર્ય ઊગ્યો ને વિખેરાઇ ગઇ,
સ્વપનની ઝાકળ-પિછોડી શું કરું ?

-બટુક પંડ્યા

Posted by: malji | ઓક્ટોબર 7, 2010

વડોદરા ની ચૂંટણી

વડોદરા માં આ વર્ષે ચૂંટણી માં ભાજપ ને જીતવા માટે ભારે મહેનત
કરવી પડશે એવું લાગી રહ્યું છે, જેથી જ ભાજપ ના મોટા  નેતા
ઓ વડોદરા માં આવી ને કહી રહ્યા છે કે, બધું ભૂલી ને વોટ કરજો.
ભાજપ ના નેતા ઓ એ કામ કર્યા નથી જેથી અત્યારે જે નેતા ઓ ને
ઉભા કરવા માં આવ્યા છે, તે વોટ માંગવા જાય છે, તો તેમને પ્રજા
ના ગુસ્સા તેમજ ફરીયાદો નો સામનો કરવો પડે છે.

ગોરવા માં નરેન્દ્ર મોદી ની સભા હતી પણ ત્યાં ની ગટરો ની સમસ્યા
બહુ મોટી છે, જેનું નિવારણ ભાજપવાળા નથી કરી શક્યા માટે,
ગોરવા માં ચાલુ સભા એ જો મોદીજી ને પ્રશ્નો પૂછવા માં આવે તો
ભાજપા ના નેતા ઓ ની પોલ ખૂલી જાય માટે, સભા ને ગોત્રી માં
કરવા માં આવી. મોદી જી જ્યાં પણ આવવાના હોય તે વિસ્તાર ના
રોડ રાતો રાત બની જાય છે. આ હિસાબે તો, ભાજપવાળા એ
ખાલી જો મોદીજી ની સભા જ દરેક વિસ્તાર માં રાખી હોત તો
શહેર ના રોડ તો સારા થઇ જાત અને કમસેકમ ખાડોદરા નામ તો ના
પડત શહેર નું…

ઇમાનદારી થી કામ કર્યું હોત તો, આવી હાલત ના થાય, આશા
રાખી એ કે નવા નેતા જે પણ પક્ષના હોય, પ્રજા માટે કામ કરે તો
સારું..

Posted by: malji | સપ્ટેમ્બર 18, 2010

Vote for Best Ganesh idol

Hi Friends
Vote for the best ganesh idol of my city vadodara.

Pls go through the below link and registered your vote , its FREE.Posted by: malji | ઓગસ્ટ 1, 2010

ગુજરાતી શાયરી ભાગ -૪૩

મારા વિષે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.

-શ્યામ સાધુ


કાં તો તું હસી પડીશ કે કાં તો પછી રડીશ,
સાંભળજે કાન દૈને તું મારી જરી કથા.

-શેખાદમ આબુવાલા


ચાલો ચાલો ખુદને મળી એ,
દર્પણ માં થી બહાર નીકળીએ.

-અરવિંદ ભટ્ટ


ચોપાસ ગુલાબો તણી ભીની સુવાસ છે,
નક્કી અહીં જ ક્યાંક તમારો વાસ છે.

-રશીદ મીર

મેં તો વિયોગ રાત માં કલ્પી મિલનની ઘડી,
આખરે તો દિલ હતું – બહેલાવવું પડ્યું.

-સૈફ પાલનપુરી


Posted by: malji | જાન્યુઆરી 28, 2010

ગુજરાતી શાયરી ભાગ-૪૨

મહેકશે માટી ફરીથી પ્રીતની,
આંખ માં જળ જળ થતો વરસાદ છે.

તને યુદ્વમાં ક્યાં પરાજય ગમે છે ?
પણછ કાપવા છળકપટ તું રમે છે.

-ચિનુ મોદી

એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે ?

-જલન માતરી

મહોબત નાં જગતમાં તો આ એક અદનો શિરસ્તો છે,
દિલ ડૂબે ભલે પણ નયન ભીંજાઇ શકતાં નથી.

-સૈફ પાલનપુરી

જુઓ તો આપણી વચ્ચે છે અંતર એટલું કેવળ,
છે અંતર જેટલું જાણે વદન ને આયના વચ્ચે.

-દિલીપ પરીખ

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

-ગની દહીંવાલા
 

Posted by: malji | ડિસેમ્બર 29, 2009

અમને વિશ્વાસ છે

શાકભાજી વેચનાર ના ત્રાજવામાં અમને
વિશ્વાસ છે-
તમારા આ ન્યાય ના ત્રાજવામાં લગીરે નહીં.
ગુનેગાર ના હાથ માં ત્રાજવાનો કાંટો
જે ત્રાજવે ગુનેગાર ને જોખવાનો ?
તમે ટેબલ પર હથોડી ઠોકીને અમને
ચૂપ રહેવાનું કહો છો.

ન્યાય ની પવિત્રતાના થોથાં ભરેલાં કબાટો
બતાવો છો.
ક્યારેક
તમે લાંબા પગે રણ માં દોટમદોટ કરતા તમારા
પાંચ પચ્ચી ઊંટ ને જંગલ માં મોકલો છો.
જંગલ એટલે? લીલાં પાન? ફૂલપત્તી? ડાળખાં ?
જંગલ તો
મોટીમસ ફાંદ થી ખડખડ હસતો,
સૂરજ નો લાડવો કરી હાથ મોં દાઝી જાય તોંય
પેટમાં વ્યવસ્થિત ગોઠવી દેતો બ્રાહ્મણ.
ને
ક્યારેક
અમે ન્યાય માટે સૂત્રોચ્ચાર કરીએ,
બૂમો પાડી એ,
લાઠીઓ ઉગામી એ,
ધારીયાં સજાવીએ,
દાતરડાં પકડી એ,
ત્યારે તમે દૂર તમારા સાગરીતો સાથે
લાંબો ઘૂમટો તાણીને ઊભા રહો છો-
ને રસ્તા વચ્ચે ઊભું કરીદો છો-
મોટું મજબૂત સાંકળોવાળું ત્રાજવું-
અમને તમારા ન્યાય ના ત્રાજવા માં વિશ્વાસ નથી.
ત્રાજવાને તોડવા માં ને તૂટેલાં ત્રાજવાનો કાંટો
તમારી ખોપડી ઓ માં ઠોકી
અમને અમારો ન્યાય મેળવવામાં વિશ્વાસ છે.

-મનીષી જાની

Posted by: malji | ડિસેમ્બર 17, 2009

ગુજરાતી શાયરી ભાગ -૪૧

પાંપણ ઝૂકી ગઇ એ શરણાગતિ નથી,
સૌન્દર્ય ની હજૂરે પ્રણય નો વિવેક છે.

-શૂન્ય પાલનપુરી

 

શી સૂર્યતારા સમ તારી શકિત
તારા ઇશારે ફરવું પડે છે,
સ્વછંદી તો ય તુજ પ્યારમાં તો
તું જે કહે એ કરવું પડે છે.

-શેખાદમ આબુવાલા

 

તમને જોવાથી સરિતાઓ ને વહેતાં આવડયું,
સાગરોને પણ ઊછળતાં, મસ્ત રહેતાં આવડયું.

-બેફામ

 

સમયની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.

-મરીઝ

 

ફૂલના રસથી પ્યાલા ભરી એ
આવ જરા મન હળવું કરીએ.

-શૂન્ય પાલનપુરી

 

Posted by: malji | ડિસેમ્બર 7, 2009

ગુજરાતી શાયરી ભાગ-૪૦

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થાશે,
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો,
મૌન પેદા કરે છે ભરમ કેટલા.

-શૂન્ય પાલનપુરી

 

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળ ના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

-ગની દહીંવાલા

 

આ કસક હૈયે અમસ્તી હોય નૈં,
તેં ફરી મારી છબી ચૂમી હશે.

-હરીન્દ્ર દવે

 

હૈયું તો કહ્યા કરશે ‘લાગણી વહાલી છે’,
આંખ ઉપરથી જાણી લો કેટલી વહાલી છે.

-શૂન્ય પાલનપુરી

 

મૌનમાં ક્યારેક વાતો કંઇક સુણાવી જાઉં છું,
વાતમાં ક્યારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

-ઘાયલ

 

 

Posted by: malji | ડિસેમ્બર 2, 2009

તો કેવા વડોદરાવાસી ?

વાત કરું માંડીને તો,
એક હતું નગર નામ એનું વડોદરું,
હસતું, રમતું, ઉછળતું, કૂદતું,
પોતે ખુશ રહેતું બધાને ખુશ રાખતું,
પણ ત્યાં તો ફૂંકાયો કોર્મશિયલાઇઝેશન નો પવન,
પણ વડોદરું, એતો હતું એની મસ્તી માં મગન,
સુરત અને અમદાવાદ ની થઇ બોલબાલા,
અને વડોદરા ની થઇ કિંમત તો જાણે ચાર આના,
૨૦૦૭ માં વડોદરા પર થઇ મહેર,
વિશ્વમાં ક્યાંય ન હોય એવી લગાવી મહોર,
૧૦ મીલીયન ડોલર ના પ્રોજેક્ટ નું કામ,
ઇન્ડસ વેલી મ્યુઝીયમ એનું નામ,
પણ કોણ જાણે કિસ્મત ક્યાં રૂઠી કે,
રૂઠીયા વડોદરા ના વાસી, આળસ ખંખેરી
ઉઠ્યા ત્યારે જાણ્યું કે પ્રોજેક્ટ તો ગયો છે ખસી.
૫૦ કરોડ નો પ્રોજેક્ટ વડોદરા માં આવવાનો હતો એ
છટકી ને હાથ માં થી લપસીને જાણે આપણે જ આપી
દીધો હોય એમ પૂના જતો રહ્યો, વગર કોઇ કારણે
ત્યારે વડોદરા ના અધીકારીઓ, એમ. એસ, યુનિ. ના
અધિકારી ઓ અને વડોદરા ના લોકો ના પેટ નું પાણી એ જો
ન હાલે તો કેવા વડોદરાવાસી.

-ક્ષિતિજ બેંકર (રેડીયો મિર્ચી)

Posted by: malji | ડિસેમ્બર 1, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૯

તમારા પ્રતાપે પ્રકાશે છે પૂનમ,
તમારી ચમક ચાંદ ચોરી રહ્યો છે,
કહે છે ગગનના સિતારે સિતારા,
જગતમાં અમારો સહારો તમે છો.

-બેફામ

કિસ્મત માં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ નાં ગીત હો.

-શૂન્ય પાલનપુરી

વાટ જોવામાં વિતાવ્યાં મેં તો વરસોનાં વરસ,
તમને મળવાની મને એકાદ બે તો પળ મલે.

-દિલીપ પરીખ

 

કોઇ ઘટના બને એ જરૂરી નથી,
રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.

-સૈફ પાલનપુરી

 

નેણથી થોડી ઘણી જો થાય તો,
આપને હૈયે જગ્યા કરવી હતી.

-ચિનુ મોદી

 

 

Posted by: malji | નવેમ્બર 24, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૮

ચાંદ શો ચહેરો નજરમાં છે, તમે તે રાત હો,
કે અમાવસ્યા હશે તો પણ એ પૂનમ લાગશે.

-બેફામ

 

મીઠી મૂંઝવણ હતી હોઠ તો ચૂપ હતા,
જો હતો તો હતો મૌનનો ઇશારો,
એણે જ્યારે કહ્યું “હું તને ચાહું છું,”
જિંદગી એક પળમાં ઉકલી હતી.

શોભિત દેસાઇ

 

સદા મહેક દીઠી સુવાસિત હ્રદય માં,
તમે છો, થયું એમ સાબિત હ્રદય માં.

-ગની દહીંવાલા

 

નજર માં આપ વિના કોઇ પણ નથી બીજું,
નજર માં આપ રહો એ નજર હું રાખું છું.

-ઘાયલ

 

તને જોવા ઘણીય વાર મુજને
મને મારી નજર જોવી પડી છે

મરીઝ

Posted by: malji | નવેમ્બર 17, 2009

ધુમ્મસભરી એક સવાર

મિત્રો વડોદરા માં આજે તા. ૧૭.૧૧.૦૯ ના રોજ
ખુબ સુંદર ધુમ્મસભરી એક સવાર જે જોવા જેવી છે.
આશા રાખું છું કે તમને જોવી ગમશે.

 

Posted by: malji | નવેમ્બર 13, 2009

પ્રેમ

કલેજે ખેલની ભમ્મર કટારી યાદ આવે છે,
હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી, યાદ આવે છે.

-ઘાયલ

 

ત્યારથી મેળાપ બંને નો કદી થાતો નથી,
જ્યાર થી તકરાર થઇ છે સંપ ને તકરાર માં.

-જલન માતરી

 

પ્રેમ નું દુઃખ ભલે ને જાહેર ,
સુખ જરા એમાં છાનુંમાનું છે.

-મરીઝ

 

થૈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની,
ચાંદની બોલી હવે છું હું ખરેખર ચાંદની.

-શેખાદમ આબુવાલા

 

સમય ની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.

-મરીઝ

Posted by: malji | નવેમ્બર 5, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૭

મિત્રો આજે આ બ્લોગ ને એક વર્ષ પૂર્ણ થયું છે.
તમારા પ્રેમ અને સહકાર બદલ ખૂબ આભાર.

મહોબ્બતમાં અને વહેવાર માં એક જ તફાવત છે,
તમારું દર્દ હું પૂછું – તમે પૂછો દવા મારી.

-મરીઝ

 

હો ખુલ્લી આંખ સામે તમે, બંધ આંખે સ્વપ્ન,
દર્શન તમારાં એવી રીતે હું સતત કર્યા કરું.

-દિલીપ પરીખ

 

હોઠ પર તો તારે માટે મૌનનાં તાળાં હતાં,
હૈયે તારું નામ ઉચ્ચારતો હું બેસી રહ્યો.

-બેફામ

 

નહિ તો સિતારા હોય નહીં આટલા આટલા
કોઇ વિરાટ સ્વપ્ન ના ચૂરા ચૂરા થયા હશે.

-ઘાયલ

 

વાદળોમાં વીજળી જેવી બળે છે જિંદગી,
દિલમાં તારું દર્દ લઇને ટળવળે છે જિંદગી.

-બેફામ

 

Posted by: malji | નવેમ્બર 2, 2009

લીલી પ્રીત

ભલે નગરમાં ભમીએ તોયે મૂળ અમે વનવાસી!
ડામર-પથ્થર સાથે માથાં
ભલે રહે અફળાતાં;
વાહન ની ચીસોથી છોને
અમે રહ્યાં ચમરાતાં!

પર્ણમર્મરો તરુએ તરુની નસનસ માંહી હુલાસી!
બજાર ના ઘોંઘાટો માથે
ભાવતાલના ડેરા,
ગિર્દી ના ઠેલાથી હાંફે
પવનો અરે! નમેરા !

નિર્ઝરનાં ઝરઝરતાં તોયે જલો ઉરે તૃણપ્યાસી!
સુઘડવેશની નગરી સાંજે
ઉતાવળી ઉચ્છવાસે,
‘આસ્તે! આસ્તે!’ ઉઠે પુકારો
જડ પગથીની પાસે,
બંકિમ તોયે વન્ય કેડીની ધૂલિ હિયે સુવાસી.

-વ્રજલાલ દવે

Posted by: malji | ઓક્ટોબર 26, 2009

સાવ અજાણી ભાષા જેવું

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.

સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.

શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

રશીદ મીર

Posted by: malji | ઓક્ટોબર 23, 2009

-શું થાય શબ્દને?

એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,
જોડો, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા
લીરા કરો, ચૂરા કરો, તેમ તેમ એ વધતો જાય,
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ
અને કારણ થતો જાય, બહુ બહુ જોર કરો તો
અંતે એ તમને તોડી, ફોડી, લીરા, ચૂરા, રાખ કરી
ફૂંકમાં ઉડાડી દે અને પોતે ?
પોતે ફરી નવા ગર્ભ માં પ્રવેશે,
અંગ ઉપાંગ, લટકાં, હાસ્ય, રુદનભર્યું
ફરી નવું શરીર ધારણ કરે,
ફરી કોઇ ના ગળામાંથી ગહેકે,
ફરી કોઇ ના અવાજ ને જગાડે,
ફરી કોઇ ના શ્વાસમાં, લોહીમાં વાણીમાં
છંદની જેમ ધબકે અને
કોઇ જો એમ માને કે-
શબ્દને હું આમ રમાડું, શબ્દને
હું આમ ઉલાળું, હું આમ પડકારું
હું એને નવું જીવન આપું, એના આમ
કટકા કરું, એને ઇતરતીતર વેરવિખેર કરુમ
હું એના આમ લીરા કરું, આમ ચૂરા કરું
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
ત્યારે–

-હસમુખ પાઠક

Older Posts »

શ્રેણીઓ

%d bloggers like this: