Posted by: malji | October 11, 2009
ગુજરાતી શાયરી ભાગ -૩૪
તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.
-જિતેન્દ્રકુમાર જોષી
ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,
તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.
-કૈલાસ પંડિત
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
-હરીન્દ્ર દવે
તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
-મરીઝ
મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,
મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.
-શેખાદમ આબુવાલા
wow superp perticular “તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.”
mind blowing……..wah kya bat hain…
By: Anonymous on October 12, 2009
at 6:50 am