Posted by: malji | July 13, 2009

ગોવા

ભૂરાં ભૂરાં તણખલાઓથી ભરેલું ભૂરું મેદાન
ભૂરો સ્વાદ ઉછાળે છે
મોં ભીંજાઇ જાય છે.
જીભ મોજાંની જેમ પડે છે ને ઊપડે છે
સફેદ ફૂલો જેવું ફીણ
ધસે છે દાંત ના ખડકો વચ્ચે
સ્વાદ જલવેલાની જેમ
વીંટાઇ વળે છે પેઢાંઓને
મોં ભરાઇ જાય છે.
લાળ માં ઓગળેલા આકાશમાંથી નીકળેલો
વાદળ નો પોચો ગર્ભ
દબાય છે ઉપર તાળવામાં
નારિયેળીના ઝૂંડની જેમ સ્વાદ ઊંચો ને ઊચો થતો જાય છે
પછી કોરી રેતીની જેમ વેરાય છે
મોં ચીરાઇ જાય છે.
ભૂરા મેદાનમાં, ઊગતા સૂર્યના જેવું લોહીનું ટશિયું
ધીરે ધીરે મધ્યાહ્નના સૂર્ય ની જેમ
તેજ તેજ બની જાય છે
સ્વાદ સ્તબ્ધ છે
મોં સીવાઇ જાય છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા

 


Responses

  1. મોં જ્યારે સિવાઈ જાય છે.
    ત્યારે જ કવિતા લખાય છે.


Leave a response

Your response:

Categories