Posted by: malji | July 4, 2009
વાવાઝોડા પછીની સવારે
નર્સ નાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં
ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે.
તૂટેલા મિજાગરા પર પવન લટકે છે.
જીર્ણ વસ્ત્ર ની જેમ તડકો ફસકી પડયો છે.
પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો
શિથિલ થઇને પડ્યાં છે.
ક્યાંક થી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.
બખોલા માં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.
તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઇ રહી છે.
દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.
ડ્હોળાયેલી નદીને કાંઠે એક વૃધ્ર ઉભો છે.
એની આંખોમાં લાચારી નથી, આશા નથી,
કેવળ એક પ્રશ્ન છેઃ
આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે-
‘सयुजा सखा’ – નો અર્થ
-જયા મહેતા
v.nice !!
By: Pinki on July 4, 2009
at 3:52 am
Saras chhe,,,,
aalti saras Kavita j dil ne sprashi jay ewi chhe
By: Ghanshyam on July 4, 2009
at 7:59 am
Vavazodanu sundar drashya tadrasya tha y chhe.Shabdoni takat……
By: Kusum Rawal on July 5, 2009
at 2:25 pm
Wah.. nice one.
Sapana
By: sapana on July 5, 2009
at 9:46 pm