Posted by: malji | July 3, 2009

સમજણ પડી

આજ સાચી વાતની સમજણ પડી
પણ ખરેખર સમજીને અડચણ પડી

કેમ છો? કુશળ હશોના દંભની,
રોજ લપડાકો મને બેત્રણ પડી.

પીઠ પરના ઘા ઘણા મેં ઓળખ્યા,
ઓળખ્યા ને દિલમાં આંટણ પડી.

એક અફવા છે શહેર માં એટલી,
દોસ્તીની લાશ મુજ આંગણ પડી.

કંઇક સળવળતું હતું મનમાં છતાં,
ના ખબર એ વાત મુજ ને પણ પડી.

- શ્રી અશોક જાની


Responses

  1. કેમ છો? કુશળ હશોના દંભની,
    રોજ લપડાકો મને બેત્રણ પડી.

    પીઠ પરના ઘા ઘણા મેં ઓળખ્યા,
    ઓળખ્યા ને દિલમાં આંટણ પડી.

    - આજ સાચી વાતની સમજણ પડી !!!!!!

  2. SHRSH CHA KAVY.

  3. saras gazal.

    કંઇક સળવળતું હતું મનમાં છતાં,
    ના ખબર એ વાત મુજ ને પણ પડી.

    Sapana

  4. This is Wonder full Poem

    Please Keep Posting for Every one

    If you want to more of More Poem by Professional Writer.

    please Open http://loveablepoet.blogspot.com/

    Thanks

    Sanket Barot
    sanhbarot@gmail.com

  5. saras chhe

  6. wow so niceee


Leave a response

Your response:

Categories