Posted by: malji | March 11, 2009

એક કવિતા પૂરી કરું છું કે

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઇ ઊભી થઇ જાય
કાગળ ઉપરથી. 

સ્વપ્નપરીની વાત કરું છું તો
તેનું આકર્ષક રૂપ લઇ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખો થી ઇશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું છું તો
પાંચ સાત ની ટોળી ઉભી થઇ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડયો.
એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું જેવું હું તેને પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઇ, શું રસ્તો છે એનાથી બચવાનો ?
ને મેં છેલ્લી પંકિત લખી જ નહીં,
પૂરી જ ન કરી કવિતા.
રાક્ષસ બિચારો હજી ઉભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંકિતની રાહ જોતો.

-સંસ્કૃતિરાણી દેસાઇ
કવિ પરીચય –> જન્મ તાઃ ૦૧-૧૦-૧૯૫૮ જન્મસ્થળ અને વતનઃ વડોદરા,
કાવ્યસંગ્રહઃ “સૂર્યો જ સૂર્યો’(૧૯૯૩)


Responses

  1. vah, hakikt ma sarsh kavita cha.

  2. Wonderful
    Keep it up.

  3. Saras kavita kalptaruvaad no siddhaant sakar thaay chhe…


Leave a response

Your response:

Categories