પ્રથા ઇન્તેજારની
સારું થયું ફગાવી પ્રથા ઇન્તેજારની
કેવી હવે મજા છે વ્યથા-મુક્ત પ્યારની ?
એ તો નિશાચરો નો વિષય છે આ દોસ્તો !
સુરજ કદી ન વાત કરે અંઘકાર ની.
વેચાયેલાં ગુલોની કોઇ ચાલ તો નથી ?
ક્યાંથી ઘુસી બહાર ચમનમાં બહારની ?
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવાર ની.
શું જોઇ લોક શુન્ય ને બોલાવતા હશે ?
ગજવે છે ક્યાં હવે એ સભા ઓ પ્રચારની?
-શુન્ય પાલનપુરી








સુંદર મજાની ગઝલ…. આભાર…
By: વિવેક on February 3, 2009
at 6:18 am
very nice kavita.
By: Chandra on February 18, 2009
at 8:36 pm